ગુજરાતી ભાષાની મીઠાસ


ગુજરાતીની મીઠાસ તો જુઓ જયારે છુટા પડીએ ત્યારે “BYE” કહેવાના બદલે “આવજો” કહીએ એવી
છે મારી ગુજરાતી .
નમક ને પણ મીઠું કહીએ છીએ એવી છે મારી ગુજરાતી.
આદર્શ અને આવકારની મહિમા છે મારી ગુજરતી.
“ કેમ છો” શબ્દ થી દેશ વિદેશમાં ખ્યાતી પામનારી છે મારી ગુજરાતી.
દરેક ગુજરાતીના હ્રદયમાં વસતી છે મારી ગુજરાતી.
મેઘાણી અને પન્નાલાલની અભિવ્યક્તિ છે મારી ગુજરાતી.
ક,ખ,ગ,અ,આ,ઈ ની ભરમાર છે મારી ગુજરાતી.
મારા ગુજરાતનું ગૌરવ છે મારી ગુજરાતી.
(‘વિસરાતી જતી ગુજરાતી ભાષા – અંગ્રેજી શિક્ષણની મર્યાદાઓ અને આડઅસરો’ પુસ્તકમાંથી સાભાર.)

Comments